પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) - PMAY-U 2.0

    મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) - PMAY-U 2.0 અંતર્ગત પાત્ર લાભાર્થીઓને પોતાના પાકા આવાસના નિર્માણ માટે સહાય ઉપલબ્ધ કરવામાં આવે છે.

    પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં વસતા આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારોને સુરક્ષિત, સુવિધાસભર અને પાકા આવાસની સુવિધા પૂરી પાડવાનો છે.

    BLC (Beneficiary Led Construction) ઘટક

    યોજનાના BLC ઘટક હેઠળ પોતાની માલિકીની જમીન ધરાવતા પાત્ર લાભાર્થીઓને નવા પાકા આવાસના નિર્માણ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.

    ખુલ્લા પ્લોટ અથવા કાચા અને જર્જરિત મકાન ધરાવતા લાભાર્થીઓ પોતાની માલિકીની જગ્યાએ નવું પાકું આવાસ બનાવી શકે છે.

    નાણાકીય સહાય

    પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત BLC ઘટક હેઠળ પાત્ર લાભાર્થીઓને પાકા આવાસના નિર્માણ માટે રૂ. 4,00,000 સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે.

    આવાસની લઘુત્તમ સુવિધાઓ

    • ઓછામાં ઓછા 2 રૂમ
    • રસોડું
    • શૌચાલય
    • બાથરૂમ

    યોજનાનો લાભ કેવી રીતે મેળવવો?

    પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) - PMAY-U 2.0 અંગે વધુ માહિતી મેળવવા અથવા અરજી પ્રક્રિયા માટે મહેસાણા મહાનગરપાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજના શાખાનો સંપર્ક કરો.

    મહેસાણા મહાનગરપાલિકા નાગરિકોને ગુણવત્તાસભર અને સુરક્ષિત આવાસ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.