સ્વ રોજગાર વ્યક્તિગત લોન
એન.યુ.એલ.એમ યોજનાના સ્વ રોજગાર ઘટક હેઠળ શહેરી ગરીબ વ્યક્તિઓને ઉદ્યોગ સાહસ માટે વ્યક્તિગત વ્યાજુકી સહાય લોન રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીની નવો ધંધો પ્રસ્થાપિત કરવા તેમજ જુના વેપાર/ધંધામાં વધારો કરવામાં બેંકો દ્વારા પૂરી પાડવામાં આવે છે.
સ્વ રોજગાર જુથ લોન
એન.યુ.એલ.એમ યોજનાના સ્વ રોજગાર ઘટક હેઠળ શહેરી ગરીબ વ્યક્તિઓને ઉદ્યોગ સાહસ માટે જુથ (જેમાં ઓછામાં ઓછા ૨ વ્યક્તિ) વ્યાજુકી સહાય લોન રૂ. ૧૦,૦૦,૦૦૦/- સુધીની નવો ધંધો પ્રસ્થાપિત કરવા તેમજ જુના વેપાર/ધંધામાં વધારો કરવામાં બેંકો દ્વારા પૂરી પાડવામાં આવે છે.
સ્વ સહાય જૂથો(SHG)ને બેંક લિન્કેજ લોન
એન.યુ.એલ.એમ યોજનાના સામાજિક ગતિશીલતા અને સંસ્થાકીય વિકાસ ઘટક હેઠળ શહેરી ગરીબ બહેનોના જુથ બનાવી અને માસિક બચત કરવામાં આવે છે. જે જુથનું અલગથી બચત ખાતું જે તે વિસ્તારની બેંકમાં ખોલી આપવામાં આવે છે આવા જૂથોને આંતરિક નાણાકીય જરૂરિયાત માટે બેંક સાથે જોડાણ કરી લોન સહાય પૂરી પાડવામાં આવે છે.
સ્વ રોજગાર ઘટક હેઠળ સબસીડી
સ્વ રોજગાર ઘટક હેઠળ મંજુર કરવામાં આવતા વ્યક્તિગત લોન અને જુથ લોન તેમજ સ્વ સહાય જૂથોને બેંક લિન્કેજને વ્યાજુકી સબસીડી સહાય ચૂકવામાં આવે છે. જેમાં સરકારશ્રી દ્વારા નક્કી કરેલ વ્યાજદર ૭% અને બેંક દ્વારા પાસ કરવામાં આવેલ વ્યાજદર વચ્ચેનો તફાવતની રકમ સબસીડી તરીકે ચુકવવામાં આવે છે.
સ્વ સહાય જૂથોને વધારાના ૩% સબસીડી
સ્વ સહાય જૂથોને બેંક લિન્કેજ દ્વારા લોન સહાય પૂરી પાડવામાં આવે છે તેમાં જુથ દ્વારા જો સમયસર હપ્તાની ચુકવણી કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા વધારાના ૩% સબસીડી રકમ ચુકવવામાં આવે છે.
બેંકો દ્વારા પોતાની બેંકમાં મંજુર થયેલ લોન કેશના સબસીડી ક્લેમની માહિતી દર માસે રજુ કરેલ એનેક્ષર પ્રમાણે ભરી મહાનગરપાલિકામાં જમા કરવાની હોય છે જે સબસીડી ક્લેમ મહાનગરપાલિકા દ્વારા ક્વોટરલી ચુકવણી કરી આપવામાં આવે છે.
- આ યોજનાનો લાભ લેવા માટે આ વેબસાઈટ પર વિઝિટ કરો: https://nulm.gov.in/