સામાજીક ગતિશીલતા અને સંસ્થાકીય વિકાસ ઘટક
- અસરકારક અને નિરંતર ધોરણે ગરીબી ઘટાડવા અને મહિલાઓને પગભર બનાવવાના શુભ હેતુથી બહેનોના સ્વ સહાય જૂથ ની રચના કરવામાં આવે છે. આ ઘટક અંતર્ગત ઓછામાં ઓછા ૧૦ બહેનો અને વધુમાં વધુ ૨૦ બહેનો ભેગા મળીને સ્વ સહાય જૂથની રચના કરવામાં આવે છે. આ જુથમાં ૭૦% બહેનો BPL ધારક ફરજીયાત રાખવામાં આવે છે.
- આ સ્વ સહાય જૂથનું બેંક સાથે જોડાણ કરાવી તેમની માસિક બચત કરાવવામાં આવે છે.
- આ સ્વ સહાય જૂથો ને ત્રણ માસ પૂર્ણ થયે સમાજ સંગઠક દ્વારા ગ્રેડિંગ કરાવી ૧૦૦૦૦ (દસ હજાર) ની સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવે છે.
- આ સ્વ સહાય જૂથને બેંક સાથે જોડાણ કરાવી બેંક દ્વારા ઉદ્યોગ માટે લોન કરાવી આપવામાં આવે છે.બેંક ના વ્યાજદર માં ૭% ઉપરની વ્યાજુકી સહાય આપવામાં આવે છે.
- જૂથની બહેનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે.
- સરકારશ્રી દ્વારા જાહેર થતી તમામ યોજનાઓની માહિતી આપવામાં આવે છે.
- એક જ વિસ્તારમાં ચાલતા ૧૦ સ્વ-સહાય જૂથો ભેગા કરી એક એરિયા લેવલ ફેડરેશન (ALF) નીરચના કરવામાં આવે છે જેમાં ૫૦૦,૦૦૦ રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે.
- આ યોજનાનો લાભ લેવા માટે આ વેબસાઈટ પર વિઝિટ કરો: https://nulm.gov.in/